સામાન્ય અને ફેમિલી સારવાર

દાંતમાં ફિલિંગ

સડાથી દાંતમાં પડેલો ખાડો એટલે કેવિટી. એને એમ જ રહેવા દો તો એ ઊંડો થતો જાય અને નસ સુધી પહોંચી જાય, પછી રૂટ કેનાલ કરાવવી પડે. ફિલિંગ એને શરૂઆતમાં જ અટકાવી દે છે.

સારવાર કોણ કરશે
ડૉ. રીમા જે. શાહ, BDS, MDS
પ્રોસ્થોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ
ક્યાં
સેટેલાઇટ, અમદાવાદ
શંખ સર્કલ પાસે, પ્રેરણાતીર્થ દેરાસર રોડ
ખર્ચ
તપાસ પછી જણાવીશું
સારવાર શરૂ કરતાં પહેલાં પૂરો ખર્ચ ખબર પડશે
સમય
સોમથી શનિ, 9:30 થી 1:00 અને 5:00 થી 8:00
રવિવારે અપોઇન્ટમેન્ટથી

અમે દાંતના રંગ જેવું જ ફિલિંગ મટીરિયલ વાપરીએ છીએ, એટલે ફિલિંગ ભાગ્યે જ દેખાય છે.

તમને આવું થાય છે?

ફિલિંગની જરૂર હોય તેના સંકેત

  • દાંત પર કાળો ડાઘ કે દેખાય એવો ખાડો
  • એક જ જગ્યાએ વારંવાર ખોરાક ફસાય
  • ગળ્યું, ગરમ કે ઠંડું ખાતાં દાંતમાં અચાનક ચમક આવે
  • જીભ અડાડો તો દાંતની ધાર ખરબચડી કે તૂટેલી લાગે
  • જૂનું ફિલિંગ તૂટી ગયું હોય કે નીકળી ગયું હોય

ફિલિંગ કેવી રીતે થાય છે

  1. 1

    તપાસ

    ડૉ. રીમા દાંત જુએ છે, અને સડો ઊંડો લાગે તો X-ray લે છે.

  2. 2

    ખાલી કરવું

    જરૂર પડે તો ઇન્જેક્શનથી એ ભાગ ખાલી કરાય છે, જેથી તમને તકલીફ ન પડે.

  3. 3

    સડો કાઢવો

    દાંતનો સડેલો પોચો ભાગ કાઢી, ખાડો બરાબર સાફ કરાય છે.

  4. 4

    ફિલિંગ

    દાંતના રંગનું મટીરિયલ થોડું-થોડું ભરીને બ્લૂ લાઇટથી કડક કરાય છે.

  5. 5

    આકાર આપવો

    ફિલિંગને આકાર આપી પોલિશ કરાય છે, જેથી દાંત ભીડતાં બધું નોર્મલ લાગે.

કેવિટી: ફિલિંગ પહેલાં અને પછીકેવિટીસડાથી પડેલો ખાડોફિલિંગદાંતનો આકાર પાછો આપે
સડેલો ભાગ સાફ કરીને ભરાય છે, એટલે દાંત ફરી સામાન્ય રીતે કામ કરે છે.

ફિલિંગ પછી

  • ખાલીપણું ઊતરે નહીં ત્યાં સુધી કંઈ ન ખાઓ, નહીંતર ગાલ કરડાઈ શકે
  • થોડા દિવસ હળવી ઝણઝણાટી લાગવી સામાન્ય છે
  • દાંત ભીડતાં ફિલિંગ ઊંચું કે અસમાન લાગે તો અમને મેસેજ કરો, અમે સરખું કરી આપીશું
  • નવો સડો ન થાય એ માટે બ્રશ અને દાંતની વચ્ચેની સફાઈ ચાલુ રાખો

ફિલિંગ માટે અનાયા કેમ

વહેલું પકડો, સહેલું રાખો

સડાની સારવાર વહેલી થાય તો નાનું ફિલિંગ પૂરતું થાય, પછી રૂટ કેનાલની જરૂર ન પડે.

કુદરતી દેખાવ

દાંતના રંગનું ફિલિંગ તમારા દાંત સાથે ભળી જાય છે.

સ્પષ્ટ સલાહ

ફિલિંગથી કામ ન ચાલે અને વધુ સારવાર જોઈએ, તો ડૉ. રીમા શરૂ કરતાં પહેલાં કારણ સમજાવે છે.

પ્રશ્નો

દાંતમાં ફિલિંગ: વારંવાર પુછાતા પ્રશ્નો

તમારો પ્રશ્ન પૂછો
ફિલિંગ કરાવતાં દુખે?

જરૂર હોય ત્યારે દાંત ખાલી કરાય છે, એટલે મોટાભાગના લોકોને ફક્ત થોડું દબાણ અને વાઇબ્રેશન જ લાગે છે.

ફિલિંગમાં કેટલો સમય લાગે?

એક નાનું ફિલિંગ સામાન્ય રીતે એક જ વિઝિટમાં થઈ જાય છે. ચેક-અપ પછી ડૉ. રીમા તમને કહેશે કે કેટલો સમય લાગશે.

ફિલિંગ પછી તરત જમી શકાય?

દાંતના રંગનું ફિલિંગ લાઇટથી તરત કડક થઈ જાય છે. બસ, ખાલીપણું ઊતરે પછી જ જમો.

સરનામું

સેટેલાઇટ, અમદાવાદમાં અમારું ક્લિનિક

Anaya Dental Clinic & Implant Center
117, Lift No. 7, Ratnanjali Solitaire,
Prernatirth Derasar Road, Near HP Petrol Pump, near Sankh Circle,
Satellite, Ahmedabad 380015

નજીકમાં: HP પેટ્રોલ પંપ, શંખ સર્કલ, પ્રેરણાતીર્થ જૈન દેરાસર

અહીંથી દર્દીઓ આવે છે

  • સેટેલાઇટ
  • જોધપુર
  • પ્રેરણાતીર્થ
  • શ્યામલ
  • પ્રહલાદનગર
  • આનંદનગર
  • વેજલપુર
  • રામદેવનગર
  • વસ્ત્રાપુર
  • બોડકદેવ
  • ગાંધીનગર
  • વડોદરા
  • અમેરિકા
  • ઑસ્ટ્રેલિયા
  • ન્યૂઝીલેન્ડ
  • કૅનેડા

ક્લિનિકનો સમય

સોમથી શનિસવારે 9:30 થી 1:00
સાંજે 5:00 થી 8:00
રવિવારઅપોઇન્ટમેન્ટથી

દાંતમાં ફિલિંગ વિશે કોઈ પ્રશ્ન છે?

તમારો પ્રશ્ન કે ફોટો WhatsApp પર મોકલો. ડૉ. રીમાની ટીમ આગળ શું કરવું તે જણાવશે.

WhatsApp પર પૂછો
કૉલ WhatsApp કરો